એક સમયે ભારત પર રાજ કરતો આ દેશ આજે કેમ બન્યો કંગાળ? જાણો કેમ હલી ગયા અંગ્રેજી હકૂમતના પાયા

Britain Economy Crisis: ONSએ પહેલાં અર્થવ્યવસ્થામાં ઘટાડાના માપદંડને 9.3 ટકા સુધી સંશોધિત કર્યુ હતું. જે વિશ્વ યુદ્ધ પછી સૌથી મોટો હતો. પરંતુ 2020માં ઉત્પાદનમાં આવેલા ઘટાડાનો નવો ડેટા બ્રિટન માટે વર્ષ 1709ના ગ્રેટ ફોસ્ટ પછી ઘટાડાનો સૌથી મોટો આંકડો રહ્યો.

એક સમયે ભારત પર રાજ કરતો આ દેશ આજે કેમ બન્યો કંગાળ? જાણો કેમ હલી ગયા અંગ્રેજી હકૂમતના પાયા

Britain Economy Crisis: એકસમયે જે દેશે ભારત પર લગભગ 200 વર્ષ સુધી રાજ કર્યુ. આજે તે દેશની અર્થવ્યવસ્થા ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. અમે વાત કરી રહ્યા છીએ બ્રિટનની. જોકે અંગ્રેજી હકૂમતથી આઝાદી મળ્યા પછી સાત દાયકામાં જ ભારત દુનિયામાં ઝડપથી વધતી ઈકોનોમી તરીકે ઉભરી રહ્યું છે. જ્યારે બ્રિટનની અર્થવ્યવસ્થામાં 300 વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

કોરોનાની ઈકોનોમી પર ખરાબ અસર:
રોયટર્સના રિપોર્ટ પ્રમાણે બ્રિટને વર્ષ 2020માં ઉત્પાદનમાં સૌથી મટો ઘટાડો જોયો. જ્યારે યૂકે સહિત આખી દુનિયામાં કોરોના મહામારીનો પ્રકોપ ચાલુ હતો. સોમવારે જાહેર થયેલા સત્તાવાર આંકડામાં સામે આવ્યું છે કે વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓમાંથી એક બ્રિટન પર મહામારીની મોટી અસર જોવા મળી. જેના કારણે દેશની જીડીપી અન્ય મુખ્ય અર્થવ્યવસ્થાઓની સરખામણીમાં અત્યંત કંગાળ જોવા મળી.

જીડીપીમાં 11 ટકાનો ઘટાડો:
ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડા જાહેર કરતાં કહ્યું કે વર્ષ 2020માં બ્રિટનના સકળ ઘરેલુ  ઉત્પાદનમાં 11 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો. આ આંકડો ONS દ્વારા વ્યક્ત કરવામાં આવેલ પૂર્વાનુમાનોની સરખામણીમાં બહુ વધારે છે. રિપોર્ટ પ્રમાણે વર્ષ 1709 પછી દેશની જીડીપીમાં આ સૌથી મોટો ઘટાડો હતો.

ગ્રેટ ફ્રોસ્ટ પછી સૌથી મોટો ઘટાડો:
ONSએ તેની પહેલાં અર્થવ્યવસ્થામાં ઘટાડાના માપદંડને 9.3 ટકાના સંશોધિત કર્યો હતો. જે વિશ્વ યુદ્ધ પછી સૌથી મોટો હતો. પરંતુ જીડીપીમાં ઘટાડો આ અનુમાનથી બહુ વધારે જોવા મળ્યો. રિપોર્ટનું માનીએ તો 2020માં ઉત્પાદનમાં આવેલો ઘટાડો બ્રિટન માટે વર્ષ 1709ના ગ્રેટ ફ્રોસ્ટ પછી સૌથી મોટો રહ્યો. નવો આંકડો સ્પેનની પણ ઉપર જઈ રહ્યો છે. જ્યાં સમાન સમયમાં ઉત્પાદનમાં 10.8 ટકાનો ઘટાડો નોંધાયો.

30 સપ્ટેમ્બરે આવશે નવા આંકડા:
GDPના ઘટાડામાં પહેલાની સરખામણીમાં સ્વાસ્થ્ય સેવા અને રિટેઈલ સેક્ટરના ઓછા યોગદાનને દર્શાવવામાં આવ્યું છે. ONS ઈકોનોમિસ્ટ ક્રેગ મેકલારેને કહ્યું કે સ્વાસ્થ્ય સેવાને શરૂમાં આપણા અનુમાનથી વધારે ખર્ચનો સામનો કરવો પડ્યો. તેનો અર્થ એ છે કે અર્થવ્યવસ્થામાં તેનું સમગ્ર યોગદાન ઓછું હતું. ઉલ્લેખનીય છે કે ONS 2021 અને 2022ના પહેલા 6 મહિના માટે 30 સપ્ટેમ્બરે ગ્રોથના આંકડા પ્રકાશિત કરશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news